નવી દિલ્હીઃ આજે ભારતીય બુલિયન માર્કેટ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં આ મોટી અસર જોવા મળી રહી છે.ચાંદીના ભાવમાં 17% સુધીનો ઘટાડો થયો છે, MCX પર આજે ચાંદીના ભાવમાં એક સમયે ₹67,000 (17%) નો જંગી ઘટાડો નોંધાયો હતો, જેના કારણે 1 કિલો ચાંદીનો ભાવ ઘટીને ₹3.32 લાખ સુધી પહોંચી ગયો હતો.
જો કે, દિવસના બીજા ભાગમાં બજારમાં થોડો સુધારો જોવા મળ્યો છે. હાલમાં ચાંદી 12% ના ઘટાડા સાથે ₹3.51 લાખ ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.સોનામાં પણ ગાબડુંસોનાના ભાવમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹15,000 (9%) ઘટીને ₹1.54 લાખ ના સ્તરે આવી ગયો હતો. રિકવરી બાદ અત્યારે સોનું 3% ના ઘટાડા સાથે ₹1.64 લાખ પર કારોબાર કરી રહ્યું છે. માત્ર ફિઝિકલ ગોલ્ડ જ નહીં, પણ સોના અને ચાંદીના ETF માં પણ આજે 23% સુધીનો મોટો કડાકો બોલાયો છે.
નિષ્ણાતોનું માનવું છે કે આટલા મોટા ઘટાડા પાછળ વૈશ્વિક કારણો અને સ્થાનિક બજારમાં નફો વસૂલવાની પ્રક્રિયા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. લગ્નસરાની સીઝન વચ્ચે આ ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30