Fri,19 April 2024,4:44 am
Print
header

ગોદરેજ ગાર્ડન સિટી આગકાંડ, શું ખરેખર નાસ્તાની બાબતે પત્નીએ પોતે જ ગળું કાપી નાખ્યું કે સત્ય બીજું કંઇ છે ?

અમદાવાદઃ ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-V ફ્લેટમાં આજે સવારે આગની ઘટના બની હતી. ત્યાર બાદ પતિએ પત્નીની હત્યા કરીને ફ્લેટમાં આગ ચાંપી હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા.જો કે હવે આ સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પતિએ કહ્યું કે સવારે બાળકોને સ્કૂલમાં મૂકીને આવ્યાં બાદ પત્ની સાથે નાસ્તો બનાવવા બાબતે માથાકૂટ થઈ હતી, જે બાદ પત્નીએ છરીથી મારા પર હુમલો કર્યો હતો. જે બાદમાં પત્નીએ પોતાની જાતે જ ગળું કાપી નાખ્યું હતું. પત્નીએ જ ગેસની પાઇપલાઇન કાપી નાખતા ઘરમાં આગ લાગી હતી.જો કે પોલીસ આ થિયરી પર કામ કરી રહી છે. 

મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી અનિલ બઘેલ, પત્ની અનિતા અને બે સંતાનો સાથે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ઇડન સોસાયટીમાં રહે છે. આજે સવારે ઈડન ફ્લેટના બ્લોકના ચોથા માળે અચાનક આગ લાગી હતી. પતિ અને પત્ની અનિતા વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો.ઝઘડો ઉગ્ર બનતા બંનેએ એકબીજા પર તિક્ષ્ણ છરીથી હુમલો કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું. આ બનાવ બન્યો ત્યારે તેમના બંને બાળકો સ્કૂલમાં ગયા હતા, એક ધોરણ 6માં ભણતી પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર છે.

સ્થાનિકોના જણાવ્યાં અનુસાર V બ્લોકમાં ચોથા માળે આગ લાગતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા.ત્યાં પહોંચીને જોયું તો, 405 નંબરમાં રહેતા અનિલ બઘેલ દરવાજો ખોલીને બહાર આવતા હતા, તેમના પત્ની અંદર હતા.જો કે બંને પતિ-પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં હતા.જે બાદમાં બંનેને નીચે લાવવામાં આવ્યાં હતા. ત્યારબાદ અમે સીધો પોલીસને ફોન કર્યો હતો. અહીં આગ લાગવાની ઘટના બની હતી, જેથી અમે માહિતી આપતા પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતા.

ફાયર અધિકારીએ જણાવ્યું કે, અમને આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ટીમે આવીને જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યાં હતા.આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.પોલીસે હાલમાં આ કેસની વધુ તપાસ હાધ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch