Fri,19 April 2024,12:04 am
Print
header

નેતાઓ પછી હવે અધિકારીઓ પણ જનતાને ગેરમાર્ગે દોરે છે, પહેલા કોરોનાના ખોટા આંકડા બતાવ્યાં, હવે આફ્રિકન સિંહોને ગીરના ગણાવી દીધા !

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓ અને દર્દીઓનાં મોતના આંકડાઓમાં પોલમપોલ હોવાનું કોંગ્રેસે અનેક વખત કહ્યું છે અને ભાજપ સરકારના અધિકારીઓ આંકડાઓ દબાવી રહ્યાં હોવાના આરોપ લાગ્યા છે હવે વિજય રૂપાણી સરકારના અધિકારીઓ પોતાની અને સરકારની આબરૂના ધજાગરા કરી રહ્યાં છે અને જનતાને પણ ગેરમાર્ગે દોરી રહ્યાં છે, ACS રાજીવ ગુપ્તાએ આફ્રિકન સિંહોનો વીડિયો ટ્વીટ કરીને તેમને ગીરના એશિયાટીક સિંહો હોવાનું જણાવીને ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોર્યાં છે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા પછી સિંહો સલામત હોવાનો દાવો કરવા માટે સિનિયર IAS અધિકારી અને વનવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ.રાજીવ ગુપ્તાએ વિદેશનો સિંહોનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. બાદમાં સત્ય ખબર પડતા તેમને આ ટ્વીટ તો હટાવી લીધું પરંતુ પશુપ્રેમીઓ અને સામાજિક કાર્યકર્તાઓ હવે ગુપ્તા સામે કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે એક સિનિયર અધિકારી આવી રીતે ખોટા પ્રોપોગેન્ડા ઉભા કરે તે ગુજરાતની જનતાના હિતમાં જરા પણ નથી.

ડો.ગુપ્તાએ પોતાની બેદરકારી છુપાવવા માટે દોષનો ટોપલો IFS અધિકારી શ્યામલ ટિકાદાર પર ઢોળી દીધો છે પોતાનો બચાવ કરતા કહી દીધું કે આ વીડિયો તો ટિકાદારે મોકલાવ્યો હતો, જેમ પોતાની કોઇ જવાબદારી ન હોય તેમ આ વીડિયો તેમને ટ્વીટ કરી નાખ્યો અને હજારો લોકો સુધી આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી પણ ગયો, જેમાં 10 જેટલા આફ્રિકન સિંહ પાણીમાંથી પસાર થઇ રહ્યાં છે. આવા ફેક વીડિયો પોસ્ટ કરીને વાહવાહી મેળવનારા આવા અધિકારીઓ શું ખરેખર સિંહોનું જતન કરી શકે છે ? તે જ સૌથી મોટો સવાલ ઉભો થયો છે. અહીં અમે તમને એ પણ જણાવી દઇએ કે ગુજરાત સરકારે કોરોનામાં પણ ડો.રાજીવ ગુપ્તાને મોટી જવાબદારી આપી છે અને આક્ષેપ લાગ્યા છે કે કોરોનાના સાચા આંકડા આ લોકો જ દબાવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch