Thu,25 April 2024,7:00 am
Print
header

ક્વોરોન્ટાઇનમાં રહેલા 6 જમાતના લોકો સામે પોલીસ કેસ, નર્સો પાસે અશ્લિલ માંગણીઓ કરી હતી

ઉત્તર પ્રદેશઃ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના મરકઝમાંથી પરત આવેલા લોકોને બધા રાજ્યોએ શોધીને ક્વોરોન્ટાઇન કર્યા છે, ત્યારે ગાઝિયાબાદની હોસ્પિટલમાં પણ આવા લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે, જ્યાં કેટલાક શખ્સો દ્વારા મેડિકલ સ્ટાફને હેરાન કરાય રહ્યો છે, કેટલાક લોકો પેન્ટ ઉતારીને વોર્ડમાં ફરી રહ્યાં હતા, નર્સો પાસે અશ્લિલ માંગો કરી રહ્યાં હતા, અશ્લિલ ગીતો સાંભળી રહ્યાં હતા, જેમની સામે હોસ્પિટલ તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

એમ.એમ.જી.હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, કે આ લોકો મેડિકલ સ્ટાફને હેરાન કરે અને ખોટી માંગણીઓ કરે છે, અગાઉ જમાતના કટેલાક લોકો મેડિકલ સ્ટાફ પર થૂંકીને તેમને અપશબ્દો બોલી રહ્યાંની ઘટના સામે આવી હતી, હવે તેઓ અશ્લિલ માંગો કરીને હદ પાર કરી રહ્યાં છે, નોંધનિય છે કે દિલ્હીના કાર્યક્રમમાં હાજરી આપીને ગયેલા 300 થી વધુ લોકો કોરોના પોઝિટિવ થયા છે, 10 કરતા વધુના મોત થઇ ગયા છે, પોલીસ આ કેસમાં મૌલાના સાદને શોધી રહી છે, તેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch