Fri,26 April 2024,12:24 am
Print
header

કોરોના પછીની મંદીના ડરથી જર્મનીના નાણાંપ્રધાનની આત્મહત્યા, દેશને મંદીમાંથી બહાર લાવવાની ચિંતા

જર્મનીઃ કોરોના વાઇરસથી દુનિયા આજે હચમચી ગઇ છે, વિશ્વમાં અંદાજે 7 લાખ લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને 33 હજાર લોકોનાં મોત થઇ ગયા છે, દુનિયાના અનેક શહેરો લોકડાઉનની સ્થિતીમાં છે, ત્યારે ઉદ્યોગ-ધંધા પર તેની માઠી અસર થઇ છે, દુનિયા મંદી તરફ આગળ વધી રહી છે, જર્મનીમાં પણ કોરોનાએ આતંક મચાવ્યો છે, આ સ્થિતીમાં દેશને ક્યારે અને કંઇ રીતે મંદીમાંથી બહાર કાઢવો તેના વિચારમાં જ જર્મનીના નાણાંમંત્રી થોમસ શેફરે આત્મહત્યા કરી લીધી છે.

એક રેલવે ટ્રેક પર નાણાંપ્રધાનનો મૃતદેહ મળી આવ્યો છે, તેમના નજીકના અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ સતત દેશની ચિંતા કરતા હતા, જર્મનીને કઇ રીતે મંદીમાંથી બહાર લાવીશું તે વિચારતા હતા, સતત ટેન્સનમાં રહેતા હતા, આખરે તેમને તનાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે, આ પગલા પછી જર્મની સરકારે દુખ વ્યક્ત કર્યું છે, દેશ માટે જીવ આપનારા તેમના નેતાના મૃત્યુંથી નાગરિકોમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે, તેઓ 10 વર્ષથી જર્મનીના નાણાંપ્રધાનની જવાબદારી સંભાળતા હતા. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch