Wed,24 April 2024,10:28 am
Print
header

BJP સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી

(file photo)

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ISIS કાશ્મીર તરફથી ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યાં બાદ તેમને દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે. ગૌતમ ગંભીરે જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ પણ શેર કર્યો છે.

ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે કહ્યું કે અમને આ અંગે માહિતી મળતા જ અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ સિવાય તેમણે કહ્યું કે ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દિલ્હી પોલીસના સિનિયર અધિકારીઓ દ્વારા આ અંગે સાયબર સેલને પણ જાણ કરવામાં આવી છે. સાયબર સેલ ઈમેલનો સોર્સ શોધીને કેમ ઈમેલ કરવામાં આવ્યો તેની તપાસ કરશે, ISIS કાશ્મીર દ્વારા કરવામાં આવેલા ઈ-મેલમાં અમે તને અને તારા પરિવારને મારવા જઈ રહ્યાં છીએ તેમ લખ્યું છે. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે. બે વખત વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમનો તે ભાગ રહ્યો છે. તે 2007 ટી-20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપનો સ્ટાર ક્રિકેટર રહ્યો છે.બંને ફાઈનલમાં તેણે મહત્વની ઈનિંગ રમી હતી. નોંધનિય છે કે ગૌતમ ગંભીર અગાઉ અનેક વખત જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન વિશે નિવેદનો કરી ચુક્યાં છે, જેથી તેઓ આતંકીઓના નિશાના પર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch