Sat,20 April 2024,7:31 pm
Print
header

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને Z કેટેગરીની સુરક્ષા મળશે- Gujaratpost

આ સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે

IBના ઈન્ટેલિજન્સ ઈનપુટને આધારે ગૌતમ અદાણીને સુરક્ષા આપવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. IBના ઈન્ટેલિજન્સ ઈનપુટને આધારે ગૌતમ અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે ભોગવશે. ઝેડ સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષા કર્મચારીઓને તેમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે.

ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને

માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પાંચમા સ્થાને ગયા

ફોર્બ્સની રિયલ ટાઇમ લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણી 112.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે. લાંબા સમયથી આ પોઝિશન પર રહેલા માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પાંચમા સ્થાને સરકી ગયા છે. ગેટ્સની નેટવર્થ હવે ઘટીને 103 અબજ ડોલર થઈ ગઈ છે.

ગૌતમ અદાણી પહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને પણ ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી અંબાણી તરફથી પણ પોતાની સુરક્ષા પર થનારા ખર્ચને ઉપાડવામાં આવે છે. આ શરતોને આધારે ગૌતમ અદાણીને સુરક્ષા આપવામાં આવી છે. દેશ અને દુનિયામાં ગૌતમ અદાણીનું કદ વધી રહ્યું છે, આઇબીના રિપોર્ટ બાદ કોઇ ખતરો હોવાથી તેમને આ સુરક્ષા અપાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch