Thu,30 March 2023,8:04 am
Print
header

અદાણી પરિવારમાં પ્રસંગ, ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીની દિવા શાહ સાથે સગાઇ

અમદાવાદઃ અદાણી ગ્રુપના વિવાદો વચ્ચે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ 12 માર્ચના રોજ હીરાના વેપારીની પુત્રી દિવા જૈમિન શાહ સાથે સગાઇ કરી લીધી છે. અમદાવાદમાં યોજાયેલા સગાઈ સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યાં હતા. દિવા શાહ સી.દિનેશ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હીરાના વેપારી જૈમીન શાહની પુત્રી છે. જીત અદાણીની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુઝર્સ તેમને અભિનંદન આપી રહ્યાં છે. આ સેરેમની દરમિયાન જીત અને દિવા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યાં હતા.

જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા, હાલ ગ્રુપમાં ફાઈનાન્સ વિભાગમાં જવાબદારી જોઇ રહ્યાં છે.તેમણે ગ્રુપ સીએફઓની ઓફિસમાં સ્ટ્રેટેજિક ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલિસીને ધ્યાનમાં રાખીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જીત અદાણી એરપોર્ટના વ્યવસાયની સાથે અદાણી ડિજિટલ લેબ્સનું પણ નેતૃત્વ કરી રહ્યાં છે. જે અદાણી ગ્રુપના બિઝનેસના તમામ ગ્રાહકો માટે એક સુપર એપ બનાવવાની તૈયારીમાં છે. 

કોણ છે દિવા શાહ ?

દિવા જૈમીન શાહ હીરાના વેપારી જૈમીન શાહની પુત્રી છે. તેઓ ડાયમંડ કંપની સી દિનેશ એન્ડ કો-પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. ડાયમંડ કંપની મુંબઇ, સુરત અને વિદેશમાં કામ કરે છે. તેની સ્થાપના ચિનુ દોશી અને દિનેશ શાહે કરી હતી. કંપનીમાં જીગર દોશી, અમિત દોશી, યોમેશ શાહ, જૈમીન શાહ ડિરેક્ટર રહી ચૂક્યાં છે.

મોટા દીકરાને મોટી જવાબદારી આપી

ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન લો ફર્મ સિરિલ અમરચંદ મંગલદાસના મેનેજિંગ પાર્ટનર સિરિલ શ્રોફની પુત્રી પરિધિ શ્રોફ સાથે થયા છે. કરણ અદાણી અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર પણ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch