Sat,13 June 2026,3:23 pm
Print
header

Big News: અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 20 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો, 19 પેકેટ મળી આવ્યાં

  • Published By PANNA PATEL
  • 2026-05-22 15:57:13
  • /

કરોડો રૂપિયાનો ગાંજો ઝડપી લેવામાં આવ્યો 

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડથી વધુની કિંમતના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા પણ કરોડો રૂપિયાનું હેરોઇન પકડાયું હતું. 

દિલ્હીથી બેંગકોક જઈને ગાંજાના જથ્થા સાથે અમદાવાદ આવેલાં ઉત્તર પ્રદેશના મુસાફરને કસ્ટમ્સ વિભાગે ઝડપી લીધો છે. આ ધરપકડ કરાયેલા આરોપીને વધુ તપાસ માટે DRIને સોંપવામાં આવ્યો છે. DRIએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ ગાંજાનો જથ્થો કયાંથી, કોની પાસેથી લઇને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

20મીની મધ્ય રાત્રિએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઇટમાં મુસાફર પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી DRI તરફથી આપવામાં આવી હતી. આ બાતમીને આધારે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટલિજન્ટ યુનિટે ખાસ વોચ રાખીને મુસાફરોના સામાનની ચકાસણી કરી હતી. જેમાં એક મુસાફર પાસેની ટ્રોલી બેગમાં લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 19 સીલબંધ પેકેટ મળી આવ્યાં હતા.  

કસ્ટમ્સ વિભાગે કુલ 20.366 કિલો (કિંમત 20 કરોડથી વધુ) પ્રતિબંધિત પદાર્થ જપ્ત કર્યો હતો અને મુસાફર અંગત શ્રીવાસ્તવ (રહે. સહારનપુર, યુ.પી.)ની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સને ધરપકડ કરી છે.

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ આરોપી અંગત શ્રીવાસ્તવની પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે તે દિલ્હીથી બેંગકોક ગયો હતો. જયાંથી તેને કોઇએ આ જથ્થો આપ્યો હતો. તે લઇને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો. તે હવે અમદાવાદથી દિલ્હી જવાનો હતો.આ તેની આંતરરાષ્ટ્રીય પ્રથમ ફલાઇટ હતી, અમદાવાદ આવતા કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો. કેસની વધુ તપાસ માટે આરોપીને ગાંજાના જથ્થાં સાથે DRIને સોંપવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch