Sat,20 April 2024,6:18 pm
Print
header

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ઉજવણી, પીએમ મોદી, અમિત શાહ, રૂપાણીએ આપી શુભકામનાઓ

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ગણેશ ચતુર્થીની સાથે જ 10 દિવસના ગણેશોત્સવનો પ્રારંભ થઇ ગયો છે.આ અવસરને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ નાગરિકોને શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, તમામને ગણેશ ચતુર્થીને મંગલકામના. આ પાવન અવસર દરેકના જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને આરોગ્ય લઈને આવે. ગણપતિ બાપ્પા મોરયા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટર પર લખ્યું ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. બુદ્ધિ અને સમૃદ્ધિના આરાધ્ય દેવ ભગવાન ગણેશની કૃપા બધા પર બની રહે, આપણું ગુજરાત અને આપણો દેશ ભારત પ્રગતિપથ પર ગતિમાન રહે તેવી મંગલકામના.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch