Wed,22 January 2025,5:46 pm
Print
header

મારી મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો નહીં...સમજાવ્યાં બાદ પણ ન માનતા કરી નાખી હત્યા

ગાંધીનગરઃ ધોળાકુવામાં એક શખ્સે એક યુવકની હત્યા કરતા ચકચાર મચી છે, દશરથ નામનો યુવક રાહુલની મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી રહ્યો હતો. શનિવારે ધોળાકુવા ગામ નજીકથી દશરથની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેનો ભેદ ગાંધીનગર પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં રાહુલ અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી છે.

શનિવારે દશરથ મોડી રાત સુધી ઘરે પરત ફર્યો ન હતો, ત્યારબાદ તેના પરિવારજનોએ તેની શોધખોળ કરતા તેની લાશ મળી આવી હતી. આ અંગે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ પોલીસે સિહોલી ગામના રાહુલની ધરપકડ કરી હતી અને ત્યારબાદ સમગ્ર ભેદ ઉકેલાયો હતો. ગાંધીનગર પોલીસે જણાવ્યું કે દશરથની હત્યાના કેસમાં રાહુલ અને તેના સગીર મિત્રની ધરપકડ કરવામાં આવી છે.

દશરથે રાહુલના મંગેતરને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. રાહુલ પાસે તેની મંગેતરના એકાઉન્ટનો પાસવર્ડ હતો એટલે તેણે  દશરથને મેસેજ કરીને મળવા બોલાવ્યો હતો. દશરથને સમજાવ્યો કે તે તેની મંગેતરને મેસજ ના મોકલે. પરંતુ દશરથે તેમ કરવાની ના પાડી અને કહ્યું કે જે થાય તે કરી લે પરંતુ તે મેસેજ બંધ કરશે નહીં.

આ પછી રાહુલે ગુસ્સામાં આવીને તેના પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. રાહુલની મંગેતર મહેસાણાની રહેવાસી છે, પરંતુ તે તેના મામા ઘરે ધોળાકુવા ખાતે રહે છે જેના કારણે તે અહીં આવતી-જતી હતી અને ત્યારથી દશરથ તેનો પીછો કરતો હતો.

રાહુલે તેની મંગેતરને આ વિશે કંઈ પણ જણાવ્યું ન હતું. રાહુલે દશરથને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ ન કરવા સમજાવ્યો હતો. પરંતુ તે તૈયાર ન થતા   રાહુલે તેના મિત્ર સાથે મળીને દશરથની હત્યા કરીને હિંમતનગર તરફ ભાગી ગયો હતો. પરંતુ પોલીસ ચેકિંગ દરમિયાન તેનું એક્ટિવા પોલીસે ડિટેઇન કર્યું હતું. બંને ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch