Thu,25 April 2024,11:05 pm
Print
header

વિરોધ, અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભા સંકુલમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટીના વિધેયકની કોપી સળગાવી

ગાંધીનગરઃ વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાજપ સરકાર સામે રોષે ભરાયા છે, આજે તેમને વિધાનસભામાં સ્ટેચ્યૂં ઓફ યુનિટી અંગેના વિધેયકની નકલ સળગાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે, તેમને કહ્યું કે હું આદિવાસીઓને નજર અંદાજ કરીને થઇ રહેલા વિકાસના કામોનો વિરોધ કરીશ, રાજ્યના અનુસૂચિત જાતિ-જનજાતિના 13 દલિત અને 27 આદિવાસી ધારાસભ્યોને અપીલ કરુ છું કે તેઓ બધા આ બિલનો વિરોધ કરે, કોઇ પણ સંજોગોમાં આ બિલ પાસ થવું જોઇએ નહીં.  

મેવાણીએ કહ્યું કે આ બિલ આવ્યાં પછી આદિવાસીઓના ધંધા-રોજગાર છીનવાઇ જશે, રોજગારી પર અસર થશે.મેવાણીએ વિધાનસભા સંકુલમાં જ બિલ સળગાવ્યાં પછી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો, જેથી પોલીસે મેવાણી અને તેના સમર્થકોને ડિટેઇન કર્યા હતા, નોંધનિય છે કે અગાઉ પણ કેવડિયામાં સ્ટેચ્યૂં ઓફ યુનિટીના નામે થઇ રહેલા વિકાસના કામોનો આદિવાસીઓ દ્વારા વિરોધ થયો હતો, હવે આ મામલે જીગ્નેશ મેવાણીએ લડત શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch