Wed,24 April 2024,9:12 pm
Print
header

ગાંધીનગરના વેપારીઓ ક્યાંથી લઇ શકશે રસી ? રવિવારે વેપારીઓ માટે વિશેષ રસીકરણ કાર્યકર્મ

ગાંધીનગરઃ કોરોનાને કારણે વેપાર ધંધા પર વિપરીત અસર પડી છે. જો કે વેપારીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકારે વેપાર-ધંધા પાછા શરૂ કરી દીધા છે. પરંતુ આ માટે વેપારીઓને વેક્સીનેશન ફરજિયાત બનાવી દીધુ છે. જેથી કોરોનાનો ફેલાવો વધારે ન થાય, ગાંધીનગરમાં વેપારીઓ માટે રવિવારે વિશેષ વેક્સીનેશન કાર્યક્રમનું આયોજન થયું છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના મેડીકલ ઓફિસરે જણાવ્યું કે ગુજરાત સરકારની કોરોના ગાઇડલાઇન્સ મુજબ સમગ્ર રાજ્યમાં વેપાર કરતા વેપારી મિત્રો તથા ગ્રાહક વર્ગની સુરક્ષાના આશયથી તમામ વેપારી વર્ગ દ્વારા આગામી તા: 31-7-21 પહેલા કોરોનાની રસી લઈ લેવી ફરજિયાત છે.તે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા દરેક વેપારીને કોરોના વાયરસ થી સુરક્ષિત કરવા રવિવારના રોજ સેક્ટર 21, 24 અને 29માં આવેલા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર 8 સરકારી દવાખાનું, પેથાપુર, વાવોલ, સરગાસણ, ઝૂંડાલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીપી યુનિટ અને સેક્ટર 7 ખાતે આવેલા ભારત માતા મંદિર ખાતે વેક્સીનેશનનું આયોજન કરાયું છે.
જેથી શહેરના વેપારીઓ આ જગ્યાઓએ સવારથી રસી લઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar