Fri,26 April 2024,4:15 am
Print
header

ત્રણ અધિકારીઓ પર આશંકા ? પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી રૂપિયા 42 લાખના પુસ્તકોની ચોરીની ફરિયાદ

પ્રતિકાત્મક તસ્વીર 

ગાંધીનગર: હવે પુસ્તકોની ચોરીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, ગાંધીનગરમાં સેકટર 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉન માંથી રૂપિયા 42 લાખના પુસ્તકોની ચોરી થઇ હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં કરાઇ છે, ગત 8 નવેમ્બરના રોજ લાખો રૂપિયાના ધોરણ-11, 12 સાયન્સના પુસ્તકો અહીથી ગુમ થઇ ગયા છે, રાજ્યની સરકારી શાળાઓમાં આપવામાં આવતા પુસ્તકો આ ગોડાઉનમાં રાખવામાં આવે છે.

એક ઉચ્ચ અધિકારીએ વિભાગના ત્રણ અધિકારીઓ સામે શંકા હોવાની વાત કરી છે, તેમને જ પુસ્તકોમાં કોઇ ગોલમાલ કર્યાનું જણાવ્યું છે, અહી સ્ટોક ખોટો દર્શાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોય અથવા તો પુસ્તકોની ચોરી થઇ હોય શકે છે, સાચી હકીકત પોલીસ તપાસમાં જ સામે આવશે, જો કે ચોરીની ઘટનાના એક મહિના પછી પોલીસમાં અરજી આપવાની વાત પણ શંકાના ઘેરામાં છે, ત્યારે હાલમાં તો સેક્ટર 21ના પોલીસ સ્ટશનમાં માત્ર અરજી જ લેવામાં આવી છે, હજુ સુધી પાકી ફરિયાદ થઇ નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch