Fri,18 October 2019,12:40 pm
Print
header

શંકરસિંહ વાઘેલાનો સીધો રૂપાણી પર પ્રહાર, કહ્યું મુખ્યપ્રધાનના બંગલા પાછળ જ દારૂની ભઠ્ઠીઓ

ગાંધીનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી મામલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, ત્યાર બાદ સીએમ રૂપાણીએ આ વાતને ગુજરાતની 6 કરોડ જનતાનું અપમાન ગણાવ્યું અને હવે પૂર્વ સીએમ તથા એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા આ મામલે મેદાનમાં આવ્યાં છે, તેમને સીધો જ વિજય રૂપાણી પર પ્રહાર કરતા કહ્યું કે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, અને અહી દારૂ બનાવીને તેનો વેપાર થઇ રહ્યો છે.

વાઘેલાના નિવેદન બાદ ભાજપ સરકાર ઘેરાતી દેખાઇ રહી છે, રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો થાય છે અને બીજી તરફ બીજા રાજ્યોમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઠલવાઇ રહ્યો છે, કોંગ્રેસે પણ આ મામલે રાજ્ય સરકાર પ્રહાર કરતા કહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છંતા ઠેર ઠેર દારૂ વેચાઇ રહ્યો છે, દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->