Fri,26 April 2024,3:02 am
Print
header

હું જ્યાં જાઉં છું ત્યાં બધા કહે છે હું બહારનો છું, અલ્પેશ ઠાકોરે કહ્યું આ મારી કમનસીબી છે- Gujarat Post News

અલ્પેશ ઠાકોરે કહ્યું, લવિંગજીની કંઈ પણ ભૂલ હોય તો પણ માફ કરીને તેમને જીતાડજો

રાધનુુરથી ફરી ચૂંટણી લડવાનું માત્ર સપનું બની ગયું

ગાંધીનગરઃ ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર પ્રચાર માટે પહોંચ્યાં હતા. અહીં સંબોધન દરમિયાન અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું હતું કહ્યું હતું કે, મારી કમનસીબી એ છે કે, હું જ્યાં જાવ છું ત્યાં બધા એમ કહે છે કે હું બહારનો છું, મને ખબર નથી હું ક્યાંનો છું. હું બહારનો નથી હું તમારો જ છું. જેના દિલમાં બેઠો હોય તે બહારનો ક્યાંથી હોય ? રાધનપુર બેઠક પર લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરની દાવેદારીનો વિરોધ કર્યો હતો, તેમને જ જીતાડવા માટે હવે અલ્પેશ ઠાકોરે અપીલ કરી છે. કહ્યું કે, લવિંગજીની જે કંઈ ભૂલ હોય તે માફ કરીને તેમને જીતાડજો. 

રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મારા અને શંકર ચૌધરી ઉપર વિશ્વાસ કરીને લવિંગજીની જે તે ભૂલોને માફ કરીને એમને જીતાડજો. તમે મને પોતાનો માન્યો હોય તો મારા ઠાકોર સેનાના છોકરાઓને પણ પોતાના માની લેજો. મારા છોકરાઓ તમને સહકાર આપવામાં ક્યાય કચાશ નહી રાખે. આ લોકો તોફાની લોકો નથી. આ પ્રસંગે શંકર ચૌધરી, નાગરજી ઠાકોર, સુરજગીરી ગોસ્વામી, પ્રવીણ મહાલક્ષ્મી, તાલુકા ભાજપ પ્રમુખ લગધીર ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch