Fri,26 April 2024,5:13 am
Print
header

રાજસ્થાનના CM અશોક ગેહલોતે ગુજરાતના લોકોને દારૂડિયા કહ્યાં ! વિજય રૂપાણીએ કહ્યું 6 કરોડ ગુજરાતીઓનું અપમાન

ગુજરાતમાં દારૂબંધીને લઇને વિજય રૂપાણી સરકાર અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આમને સામને આવી ગયા છે, અત્યાર સુધી મોદી અને અમિત શાહને ગાળો આપનારા લોકોએ હવે ગુજરાતની પ્રજાને પણ ગાળો આપ્યાંનું ભાજપના નેતાઓનું માનવું છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, દેશમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાઇ રહ્યો છે, જ્યાં સુધી સરકાર ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવે ત્યાં સુધી ગુજરાતમાં દારૂબંધીનો કોઇ અર્થ જ નથી, જેની સામે નારાજ વિજય રૂપાણીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને સરકાર તેનો અમલ કરાવવા બધુ જ કરી રહી છે, પરંતુ ગુજરાતના લોકોને દારૂડિયાઓ ગણાવીને ગેહલોતે 6 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, તેમને ગુજરાતના લોકોની માફી માંગવી જોઇએ.

સીએમ વિજય રૂપાણીએ ગેહલોત પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને ગાંધીનું ગુજરાત અને સરદાર પટેલ પહેલાથી જ ગમતા નથી, ચૂંટણીઓમાં સતત કોંગ્રેસના પરાજયને કારણે ગેહલોત અકળાઇ ઉઠ્યાં છે અને ગમે તેવા નિવેદનો કરી રહ્યાં છે, ત્યારે તેમના આવા નિવેદનો સામે રોષ વ્યાપી ગયો છે, ગુજરાતમાં દારૂ પીવાય છે તે ચોક્કસ છે પરંતુ ઘરે ઘેર દારૂ પીવાય છે તે વાત અયોગ્ય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch