ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી તારીખ પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.આગામી 30 માર્ચથી જિલ્લાના નિયત થયેલા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી પ્રમાણે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની મે 2021માં યોજાનારી પરીક્ષામાં રસાયણ વિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) અને જીવ વિજ્ઞાન (057) વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ 30/03/2021થી જિલ્લાના નિયત થયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા લેવાશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે લગાવેલા લોકડાઉનમાં સ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવામાં આવી હતી.જો કે મહિનાઓ સુધી બંધ રહેલી શાળાઓ ગત 11 જાન્યુઆરીથી ફરીથી શરૂ કરવામાં આવી છે. કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને સ્કૂલો ફરીથી શરુ થઈ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18