Wed,16 September 2026,3:49 pm
Print
header

લોહીલુહાણ હાલત બાદ મોત, ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં યુવકે સગીર વિદ્યાર્થીની પર કર્યો હતો બળાત્કાર

  • Published By Panna patel
  • 2026-08-10 10:07:56
  • /

ગાંધીનગર: બળાત્કાર બાદ 17 વર્ષની એક વિદ્યાર્થીનીનું મોત થઇ ગયું છે, આ ઘટનાએ કલોલ તાલુકામાં હંગામો મચાવી દીધો છે. ગાંધીનગરના સેક્ટર 28 ની એક કોલેજની વિદ્યાર્થિની તેના ગામથી મુસાફરી કરી રહી હતી. બે દિવસ પહેલા તે કોલેજ છોડીને અમદાવાદમાં તેની કાકીના ઘરે ગઈ હતી. ત્યાં તે પેથાપુરમાં રહેતા એક યુવાનને મળી હતી, જે તેને ઓળખતો હતો. યુવકે તેને એક ગેસ્ટ હાઉસમાં લઇ જઇને બળાત્કાર કર્યો હતો. પીડિતા લોહીલુહાણ થઇ જતા તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ કલાકોમાં જ તેનું મોત થઇ ગયું હતુ.

આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલોલ તાલુકાના એક ગામની 17 વર્ષની આ પીડિતા ગાંધીનગરની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી, પેથાપુરનો રહેવાસી દિશાંક ઉર્ફે દીપ ભરતભાઈ શર્મા બળાત્કાર કરીને ભાગી ગયો હતો, જ્યારે સગીર વિદ્યાર્થીનું કિડની અને આંતરડાના ચેપને કારણે મોત થઇ ગયું હતુ.

પીડિતના મોત બાદ પરિવાર આઘાતમાં છે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ છે, પોલીસે આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch