Fri,19 April 2024,6:40 pm
Print
header

ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખો થઈ જાહેર, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાને કારણે મોકૂફ રખાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણીની આજે નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. એપ્રિલ મહિનામાં મોકૂફ કરવામાં આવેલી ચૂંટણી 3 ઓક્ટોબર ના દિવસે યોજાશે, પરિણામ 5 ઓક્ટોબર ના રોજ જાહેર કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે, સાથે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં બેઠકો ખાલી છે ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. 

ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે ગાંધીનગર મનપા અને અન્ય પાલિકાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે તેમને ફરીથી ફોર્મ ભરવાના નહીં રહે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 13 સપ્ટેમ્બર, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી 18 તારીખ, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર , ઉમેદવારો પાછી ખેંચાવાની તારીખ 21 સપ્ટેમ્બર, મતદાન તારીખ 3 ઓક્ટોબર, મતગણતરી તારીખ 5 ઓક્ટોબર, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 8 ઓક્ટોબર છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch