Thu,18 April 2024,7:52 pm
Print
header

47 દિવસથી 16 હજાર આરોગ્ય કર્મીઓનો ભાજપ સરકાર સામે આક્રોશ,ગાંધીનગરમાં પ્રદર્શન ચાલુ- Gujarat Post

આંદોલનોને સમેટવા માટે સરકાર દ્વારા 5 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી

કમિટી દ્વારા જે નિર્ણય કરાયો છે તે અયોગ્ય હોવાથી ઠેર ઠેર વિરોધ

ગાંધીનગરઃ હજારો આરોગ્ય કર્મચારી તેમની માંગોને લઈને અડગ જોવા મળી રહ્યાં છે. ભાજપ સરકાર દ્વારા કેટલીક માંગો સ્વીકારવામાં આવી છે. પરંતુ આ કર્મચારીઓનું કહેવું છે કે, આ અમારા માટે લોલીપોપ છે. જેની સામે તેઓ ગ્રેડ પે વધારાને લઈને માંગ કરી રહ્યાં છે. 16 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે નારાજગી દર્શાવી છે. 

મંજૂરી વિના આરોગ્ય કર્મચારીઓ ભેગા થતા પોલીસ દ્વારા એક પછી એક કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આક્રોશ સાથે આરોગ્ય કર્મચારીઓમાં વિવિધ માંગો કરતા જોવા મળ્યાં હતા. તેઓ સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. 

ગાંધીનગરમાં સવારથી જ તેમને વિરોધ જારી રાખ્યો હતો આ વિરોધ તેઓ છેલ્લા 47 દિવસથી કરી રહ્યાં છે. અત્યાર સુધીનું આ તેમનું ચોથું વિરોધ પ્રદર્શન છે. ગાંધીનગરમાં પડતર માંગણીઓ, પગારમાં વિસંગતતાને લઈને તેમને નારાજગી દર્શાવી હતી અને સરકારે સામે નારા લગાવ્યાં હતા. અત્યાર સુધી તેમની બે માંગો સ્વીકારવામાં આવી છે. 

સરકાર દ્વારા જે ભથ્થુ આપવાનું નક્કી કરાયું છે તેને 16 હજાર આરોગ્ય કર્મચારીઓ લોલીપોપ ગણાવી રહ્યાં છે.  અહીં ભારે હોબાળો થતા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો. આરોગ્ય કર્મચારીઓને જ્યાં પણ ડીટેઈન કરીને લઈ જવાશે ત્યાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન જારી રાખશે.
 
આંદોલનોને સમેટવા માટે રાજ્ય સરકાર દ્વારા 5 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે આ કમિટી દ્વારા જે નિર્ણય કરાયા છે તે અયોગ્ય હોવાથી ઠેર ઠેર વિવિધ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch