Fri,19 April 2024,11:30 pm
Print
header

પરિવારને રૂ.25 લાખની સહાય, કોવિડ-19થી કોઇ પણ સરકારી કર્મચારીનું મોત થશે તો મદદ મળશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસ સામેની લડત મજબૂત બનાવવા સરકારી કર્મચારીઓ કામ કરી રહ્યાં છે, પોલીસકર્મીઓ, ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, મહેસૂલી કર્મચારીઓ સહિત પાલિકા, મહાનગરપાલિકાઓનો સ્ટાફ કોરોનાની સ્થિતીમાં કામ કરી રહ્યો છે, ત્યારે સરકારે તેમના આરોગ્યની અને તેમના પરિવારની પણ ચિંતા કરી છે, કોરોના ફાઇટર્સ કર્મચારીઓને કોરોનાથી બચવા માસ્કથી માંડીને બધા સાધનો પુરા પાડવામાં આવી રહ્યાં છે, હવે સરકારે જાહેરાત કરી છે કે ગુજરાતમાં કોઇ સરકારી કર્મચારીનું ફરજ દરમિયાન કોરોનાથી મોત થઇ જશે તો તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. 

સાથે જ સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે રાજ્યમાં અનાજ અને શાકભાજીનો પુરતો જથ્થો છે, દૂધની કોઇ અછત નથી, ખેડૂતોના બેંક ખાતાઓમાં કિસાન પરિવાર યોજના હેઠળ હપ્તાની રકમ 2000 રૂપિયા જમા કરી દેવામાં આવી છે, નોંધનિય છે કે આ યોજના હેઠળ એક ખેડૂત ખાતેદારને મહિને 6 હજાર રૂપિયાની સરકાર સહાય આપી રહી છે. કોરોનાથી લોકડાઉનની સ્થિતીમાં ખેડૂતોને પણ મદદ મળી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch