Tue,23 April 2024,12:57 pm
Print
header

ગાંધીનગરમાં ખેડૂતો, આરોગ્યકર્મીઓ અને પૂર્વ જવાનોઓનું આક્રમક વલણ, રાજધાની પોલીસ છાવણીમાં ફેરવાઈ- Gujarat Post

વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ લડતના મૂડમાં

ગાંધીનગર બની ગઈ આંદોલનની ભૂમિ

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જ રાજ્યના સરકારના હજારો કર્મચારીઓ સરકારથી નારાજ દેખાઈ રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી તેઓની માંગ ન સંતોષાતા ફરી એક વખત ગાંધીનગર ભૂમિ જાણે આંદોલનની ભૂમિ બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત સરકાર સામે અનેક પડકાર છે ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાની માંગોને લઈને ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કર્યું છે. 

ભારતીય કિસાન સંઘ, આરોગ્યકર્મીઓ અને પૂર્વ જવાનો ભેગા થયા હતા અને સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટ્રેકટર રેલી કાઢવામાં આવી હતી, બીજી તરફ જૂના સચિવાલય ખાતે આરોગ્ય કર્મીઓએ આંદોલન કરીને હલ્લાબોલ મચાવ્યું હતુ. આ અગાઉ શિક્ષકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. હવે આરોગ્યકર્મીઓ તેમજ ખેડૂતો અને પૂર્વ સૈનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. આંદોલન દરમિયાન પૂર્વ જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

આરોગ્ય કર્મીઓના પ્રમુખ રણજિતસિંહ મોરીએ કહ્યું કે ગુજરાત સરકાર આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ જ આપે છે. હવે સરકાર કોઈ સત્તાવાર પરિપત્ર કે નિર્ણય નહીં કરે તો રાજ્ય સરકારના તમામ આરોગ્ય કર્મચારીઓ આક્રમક બનીને સરકાર સામે ઉગ્ર બનશે, ઉલ્લેખનીય છે કે છેલ્લા 38 દિવસ કરતા પણ વધારે સમયથી આરોગ્ય કર્મચારીઓને સરકાર જવાબ આપતી નથી. 

આ અગાઉ શિક્ષકોએ પોતાની માંગોને લઈને સરકાર સામે આંદોલનની ચીમકી આપી છે, ગુજરાત સરકારના એસ.ટી કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. ગુજરાતની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓની જૂની પેંશન યોજનાની માંગ હજુ સુધી પુરી કરવામાં આવી નથી.

શું છે આરોગ્ય કર્મચારીઓની માંગ ?

- ગ્રેડ-પેમાં 2400 થી વધારીને 4200 કરવો

- કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થું આપવું

- 130 દિવસની રજાનો પગાર અને ઝીરો PTA આપવી

- 2001ની આરોગ્ય સમિતી અંતર્ગત ટેક્નિકલ સંવર્ગમાં સમાવેશ કરવો

- આરોગ્ય કર્મચારીઓને 8 કિ.મી નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું આપવું

- પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ સંવર્ગ ગણવા

- તમામ માંગ સ્વીકાર્યાના GR ઠરાવ અને પરિપત્ર કરવો 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch