Fri,19 April 2024,11:48 pm
Print
header

દુબઇથી આવેલા ઉમંગ પટેલ સામે કલેક્ટરે પોલીસ કેસ કર્યો, લોકોને મળવાની વાત છુપાવી હતી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસના 33 પોઝિટિવ કેસ નોંધાયા છે, ગાંધીનગરમાં પણ કોરોનાના 3 પોઝિટિવ કેસ છે, સરકારી તંત્ર કોરોના સામે બેદરકારી રાખનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે, દુબઇથી આવેલા ઉમંગ પટેલ સામે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, ઉમંગ પટેલ કોરોના પોઝિટિવ છે, સારવાર હેઠળ છે, તેઓ દુબઇથી આવ્યાં પછી 54 જેટલા લોકોને મળ્યાં હતા.

ઉમંગ પટેલ 16 માર્ચે દુબઇથી આવ્યાં પછી તેમના નજીકના સગા સંબંધીઓ અને અન્ય લોકોને મળ્યાં હતા, નિયમ મુજબ તેમને 14 દિવસ વોરેન્ટાઇનમાં રહેવું જરૂરી હતુ. તેમના કારણે તેમના બીજા 2 સંબંધીઓને પણ કોરોના પોઝિટિવ થઇ ગયો છે, તેમને લોકોને મળવાની માહિતી છુપાવીને અન્ય લોકોના જીવ પણ ખતરામાં મુકી દીધા છે, જેથી તેમની સામે પોલીસ કેસ નોંધાયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch