Sat,20 April 2024,7:22 am
Print
header

અલૌકિક ઘટના ! ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર સૂર્યતિલક, હજારો ભક્તોએ દર્શન કર્યા

ખગોળીય ચમત્કારની ઘટના !

ગાંધીનગરઃ કોબામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આજે એક અલૌકિક ચમત્કારની ઘટના જોવા મળી છે. વર્ષમાં એક વખત ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર કુદરતી રીતે સૂર્યતિલક થાય છે અને આજે 2 વાગ્યેને 7 મીનિટે ફરીથી આ ખગોળિય ઘટના જોવા મળી હતી, હજારો ભક્તોએ ઓનલાઇન ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી છે, પ્રથમ વખતે 1987માં આ અલૌકિક ઘટના અહી બની હતી.

આજે અંદાજે 4 મીનિટ સુધી સૂર્યતિલકનો આ નજારો જોવા મળ્યો હતો. જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રીમહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની મૂર્તિ પર આ નજારો એક ચમત્કાર સમાન છે. જ્યોતિષીઓ આ ઘટનાને વૈજ્ઞાનિક ચમત્કાર માની રહ્યાં છે. દર વર્ષે આ ચમત્કારિક ઘટના જોવા મોટી સંખ્યામાં જૈનો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાની સ્થિતીમાં મંદિરો બંધ છે, જો કે આ નજારો ઓનલાઇન યુટ્યૂબ ચેનલ પર દેખાડવામાં આવ્યો હતો. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch