Thu,18 April 2024,8:51 pm
Print
header

CM જાય છે ની વાતો વચ્ચે રૂપાણીએ ફરીથી બેટિંગ કરી, કહ્યું ભ્રષ્ટ અધિકારીઓને છોડીશું નહીં

ગાંધીનગરઃ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પછી રાજકીય ગતિવિધીઓ તેજ થઇ રહી છે, રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે વિજય રૂપાણી સીએમ પદેથી વિદાય લઇ રહ્યાં છે, પરંતુ આ વાત ખોટી પડે તેવું દેખાઇ રહ્યું છે, આ ચર્ચાઓની વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જનતાને સંબોધતા ધમાકેદાર શબ્દોની બેટિંગ કરી છે. એક રીતે તેમને વિરોધીઓને પણ ઇશારો કરીને કહી દીધું છે કે હજુ હું લાંબી રેસ રમવાનો છું.

વિજય રૂપાણીએ કહ્યું છે કે અમે ભ્રષ્ટ અધિકારીઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચાર સામે અમારી સરકાર કટિબદ્ધ છે. 7મીનિટના એક વીડિયોમાં તેમને એમ પણ કહ્યું કે અમે ભ્રષ્ટ સિસ્ટમ સામે વધુ લડત આપવા તૈયાર છીએ, અમે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે જંગ લડી રહ્યાં છીએ, તે અંતર્ગત એસીબી પણ સક્રિય છે, અનેક કર્મચારીઓની એસીબીએ ધરપકડ પણ કરી છે.

રૂપાણીએ કહ્યું કે મહેસૂલ વિભાગમાાં બધુ ઓનલાઈન કરી દેતા અનેક ભ્રષ્ટાચારીઓની દુકાનો બંધ થઇ ગઇ છે, પહેલા ખુલ્લો ભ્રષ્ટાચાર કરનારા લોકો હવે કામ વગરના થઇ ગયા છે, ભાજપ સરકારે તમામ પ્રકારની ખનીજ- રેતી, પથ્થર અને લિગ્નાઈટ સહિતની લિઝ ઓનલાઇન કરી દેતા ભ્રષ્ટાચાર ઓછો થયો છે, કહ્યું કે આરટીઓમાં શું ચાલતુ હતુ ? સૌને ખબર છે, જેથી અમે ત્યાં પણ ભ્રષ્ટાચારના રસ્તા બંધ કરી દીધા છે, ત્યારે તેમના મહેસૂલ અને આરટીઓ વાળા નિવેદન પર કર્મચારીઓ ફરીથી વિરોધ કરે તેવી સ્થિતી દેખાઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch