Thu,23 September 2021,11:25 am
Print
header

IAS પંકજ જોશી બન્યાં મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવની જવાબદારી

ગાંધીનગરઃ નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધી બાદ આજે મુખ્યમંત્રી કાર્યાલય અધિકારીઓમાં પણ ફેરફાર કરાયા છે. આઇએએસ અધિકારી પંકજ જોષીને મુખ્યમંત્રીના એસીએસ બનાવાયા છે અને અવંતિકા સિંઘને સીએમઓ સચિવની જવાબદારી આપવામાં આવી છે. અગાઉ ચર્ચાઓ હતી કે નવા મુખ્યમંત્રી ચાર્જ લીધા પછી આ પ્રકારના ફેરફારો કરશે.

અશ્વિનીકુમાર અને એમ કે દાસને ખસેડીને  અવંતિકા સિંઘ અને પંકજ જોષીની નિમણુંક કરાઇ છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે ભરૂચના કલેક્ટર એમડી મોડિયાની નિમણૂંક કરાઈ છે. એએમસીના ડે.મ્યુનિસિપલ કમિશનર એનએન દવેની પણ OSD તરીકે નિમણુંક કરાઇ છે. હજુ આગામી સમયમાં પણ સચિવાલયમાં અધિકારીઓને લઇને મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch