Fri,19 April 2024,11:45 pm
Print
header

CBI ની મોટી કાર્યવાહી, ગાંધીનગરના NHAI ના લાંચિયા અધિકારી દિગ્વિજય મિશ્રાના પરિવારના સભ્યો પર પણ સકંજો

NHAI ના ચીફ જનરલ મેનેજર પદે રહીને લીધી હતી લાંચ

10 લાખની લાંચ પછી 20 લાખ રૂપિયાની બીજી રોકડ પણ મળી હતી

ગાંધીનગરઃ થોડા સમય પહેલા ગાંધીનગરમાં NHAI ના લાંચિયા અધિકારી દિગ્વિજય મિશ્રાએ 10 લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને સીબીઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો, તેની સંપત્તિની ઉંડી તપાસ કરતા અત્યાર સુધી 3.15 કરોડ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ અને રોકડ મળી છે, જેમાં સીબીઆઇએ હવે તેના પત્ની રજની મિશ્રા અને પુત્રી સરિંધી મિશ્રા સામે પણ લાંચની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ લોકોએ ઘણી માહિતી છુપાવી રાખી હતી અને લાંચના રુપિયામાંથી સંપત્તિ ખરીદવામાં આવી હતી.

કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતો મળી આવી 

આવક કરતા વધુ સંપત્તિનો કેસ પણ બન્યો  

અમદાવાદ-ધોલેરા પ્રોજેક્ટ મામલે લીધી હતી લાંચ

દિલ્હી અને ગાંધીનગરમાં સીબીઆઇએ સર્ચ ઓપરેશન કર્યું હતુ, જ્યાંથી મિલકતોના દસ્તાવેજો મળી આવ્યાં છે અને રોકડ પણ મળી હતી, સીબીઆઇએ દિગ્વિજય મિશ્રા અને તેના પરિવાર પર સકંજો કસ્યો છે. અગાઉ આ અધિકારીની અનેક ફરિયાદો પણ થઇ હતી. અનેક કંપનીઓ પાસેથી આવી રીતે લાંચ લીધાનું ચર્ચાઇ રહ્યું છે. જેની તપાસ પણ જરૂરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch