Sat,20 April 2024,5:52 am
Print
header

આજે ગુજરાતમાં કોરોનાના 18 નવા કેસ, મોટાભાગના જમાત તબ્લિગી સાથે સંકળાયેલા

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા વધી રહી છે. ગઇકાલે 20 કેસ પછી આજે 18 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે, તેમને કહ્યું કે રાજ્યમાં હવે 146 લોકો કોરોના પોઝિટિવ બન્યાં છે, 85 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે, 21 લોકો રિકવર થયા છે અને 12 લોકોનાં મૃત્યુ થઇ ગયા છે. 

માત્ર અમદાવાદમાં જ સૌથી વધુ 64 કેસ નોંધાયા છે, શહેરના આંબાવાડી, સોલા, નરોડા, કાલુપુરમાં કોરોનાના નવા કેસ સામે આવ્યાં છે, કાલુપુરના 4 કેસ તબ્લિગી જમાત સાથે સંકળાયેલા છે. ઉપરાંત સુરત, ભાવનગર, કચ્છ, મહેસાણા, સિદ્ધપુર અને ગીર સોમનાથમાં પણ નવા કેસ સામે આવ્યાં છે.
 
રાજ્યમાં કોરોનાના કેસ 
 
અમદાવાદ 64
સુરત 19
ભાવનગર 13
ગાંધીનગર 13
રાજકોટ 10
વડોદરા 12
પોરબંદર 03
પાટણ 02
ગીર-સોમનાથ 02
કચ્છ 02
મહેસાણા 02
પંચમહાલ 01
મોરબી 01
જામનગર 01
છોટાઉદેપુર 01
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch