Fri,19 April 2024,11:34 am
Print
header

મામલો રૂપિયા 27 કરોડનો, ગાલાના એમડીના જુગારમાં રૂપિયા ગયા અને ફરિયાદ કરી છેતરપિંડીની- Gujarat Post

અમદાવાદઃ જાણીતા ગાલા ગ્રુપના એમડીએ પોલીસને ખોટી ફરિયાદ આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે હવે એમડી વિશાલ મુળચંદની આ કરતૂતનો પર્દાફાશ થઇ ગયો છે. અગાઉ તમિલનાડુમાં એક ટેન્ડરના નામે પોતાની સાથે 27 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બિઝનેસમેન તો ઓનલાઇન જુગારમાં 27 કરોડ રૂપિયા ગુમાવી બેઠા છે.

અગાઉ ગાલા પ્રિન્ટ સીટીના એમડી વિશાલ ગાલાએ ફરિયાદ કરી હતી કે તમિલનાડુમાં સ્ટેશનરી સપ્લાયનું સરકારી ટેન્ડર મેળવવા મામલે તેમની સાથે છેતરપિંડી થઇ છે. તેમને ટેન્ડર માટે 27 કરોડ રૂપિયા ભર્યા હતા, બાદમાં જે વ્યક્તિ તેમના સંપર્કમાં હતો તેનો સંપર્ક થઇ શક્યો ન હતો, તેનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.

કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ આવતા પોલીસ એક્ટિવ થઇ હતી અને બેંગ્લોર પહોંચી હતી, અહીંથી કરનસિંઘને અમદાવાદ લાવી હતી, આ વ્યક્તિ FONEPAISA નો ડાયરેક્ટર હતો અને વિશાલના એકાઉન્ટમાંથી રૂપિયા આ એકાઉન્ટમાં ગયા હતા. કરણસિંઘે કહ્યું કે વિશાલા ગાલાએ પોતે INDIA24BET.COM નોન સ્કીલ ગેમિંગમાં ગેમ્બલિંગ માટે પોતાના પર્સનલ એકાઉન્ટ તેમજ કંપનીના બેંક એકાઉન્ટમાંથી FONEPAISA ના એકાઉન્ટમાં રૂપિયા જમા કર્યાં હતા. તેમને જુગાર રમ્યો હતો, જેમાં તેમના રૂપિયા ગયા હતા. જેથી કરનસિંઘે કોઇ છેતરપિંડી ન કરી હોવાની વાત પોલીસને જણાવી હતી, હવે પોલીસે ગાલાના એમડીની ખોટી ફરિયાદ મામલે ધરપકડ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch