કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી
જાસૂસી કેસની સુપ્રિમ કોર્ટ દ્વારા વિશેષ ટીમ બનાવીને તપાસ કરાવોઃ કોંગ્રેસ
કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા
ગાંધીનગરઃ પેગાસસ જાસૂસી મામલે રાજકીય ગરમાવો હવે સતત વધી રહ્યો છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.જો કે મોટા પ્રમાણમાં હાજર કોંગ્રેસના કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પેગાસસ મામલે કોંગ્રેસે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી છે.
ગાંધીનગર રાજભવન ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ આવેદનપત્ર આપવાના હતા. પરંતુ મોટા પ્રમાણમાં ધારાસભ્યો અને કાર્યકરો એકઠા થતા જાહેરનામાનો ભંગ થતા પોલીસે કાર્યવાહી કરતા ઘર્ષણ થયું હતુ. કોંગ્રેસે આ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં તપાસ કરાવવા માટે માંગણી કરતા પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યાં હતા.આ અંગે ગાંધીનગર પોલીસે કોંગ્રેસના 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી તમામને પોલીસ હેડક્વાટર્સ લઇ જવામાં આવ્યાં હતા. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકારે વ્યક્તિગત સ્વત્રતા પર તરાપ મારી છે અને સત્તાનો ગેરઉપયોગ કર્યો છે. જે ખુબ જ ગંભીર બાબત છે.
નોંધનિય છે કે 40 પત્રકારો, નેતાઓ સહિતની હસ્તીઓના મોબાઇલનો ડેટા લીક કરીને જાસૂસી કરાઇ હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યાં પછી સંસદમાં પણ મોદી સરકારનો વિરોધ થઇ રહ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03