Fri,19 April 2024,3:44 pm
Print
header

CBSEએ ધોરણ 12નું રિઝલ્ટ કર્યું જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ

નવી દિલ્હીઃ આજે ધોરણ 12 CBSE બોર્ડનું રિઝલ્ટ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા છે, 0.54% સાથે છોકરીઓ આગળ છે. આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ 30:30:40 ફોર્મ્યુલાને આધારે જાહેર કરવામાં આવશે. માર્કિંગ સ્કીમ પ્રમાણે, ધોરણ 10 અને 11માં 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય, તે જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવ્યાં છે. ધોરણ 12ના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મળેલા માર્ક્સને આધારે માર્કશીટ તૈયાર થશે.

CBSEએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરી છે. જે મુજબ ધોરણ 10-11ના ફાઈનલ રિઝલ્ટને 30% વેઇટેજ આપવામાં આવ્યું છે. ધોરણ 12ની પ્રી-બોર્ડ એક્ઝામને 40% વેઈટેજ આપવામાં આવ્યું છે. CBSEએ 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી. CBSEએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે રોલ નંબર ફાઈન્ડર લોન્ચ કર્યું છે. આ લિંક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર એક્ટિવ થઈ ગઈ છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર નાખીને પરિણામ જોઈ શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch