Wed,24 April 2024,3:59 pm
Print
header

આમ આદમી પાર્ટીએ જાહેર સભાને બદલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો શરૂ

કાર્યકરો વોર્ડ પ્રમાણે ઘરે ઘરે જઇને મતદારો પાસે માંગી રહ્યાં છે મત, કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનો પ્રચાર વધારે જોશમાં

ગાંધીનગરઃગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતા મેળવ્યાં બાદ હવે આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ પાટનગર ગાંધીનગરમાં રાજકીય સ્તરે દબદબો સ્થાપવાનો છે.આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં લોકો સુધી પહોંચવા પ્રચાર માટેની નવી રાજકીય યોજના તૈયાર કરી છે. જેમાં કાર્યકરો પ્લે કાર્ડ અને બેનર્સ લઇને સ્થાનિક બજારો અને ઘરે ઘરે જઇને મતદારોને સમજાવી રહ્યાં છે. અને તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં સ્થાનિક લોકોના ઘણા એવા સામાન્ય પ્રશ્નો છે જેમ કે યોગ્ય ટ્રાન્સપોર્ટેશનનો અભાવ, પાણીની અનિયમિતતા, આરોગ્ય કેન્દ્રની અસુવિદ્યા આમ આદમી પાર્ટી પાસે ગાંઘીનગરના લોકો માટે કામગીરી કરવા માટે અનેક પ્રશ્નો છે. 

મનપાની આ ચૂંટણી ગાંધીનગરમાં સ્થાનિક રાજકારણમાં સક્રિય થવા માટેને ગેટ વે બનશે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસને અપેક્ષા કરતા ખુબ ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપને ખાતરી છે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર આવશે. આમ, ગાંધીનગરમાં ઘણા રાજકીય પરિણામો બદલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch