શિયાળામાં ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપચાર જરૂરી છે. શિયાળાની ઋતુમાં ત્વચાની સંભાળ અને ત્વચાના પોષણ માટે કેટલાક ફળો તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. અહીં અમે તમને એવા પીળા રંગના ફળો વિશે જણાવી રહ્યાં છીએ જે તમારી ત્વચા માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તમે ડાયટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરશો તો તેની સીધી અસર તમારી ત્વચા પર જોવા મળશે. જ્યારે શરીર સ્વસ્થ હશે તો ચહેરા પર તેની ચમક જોવા મળશે. દરેક વ્યક્તિ ચમકતી ત્વચા મેળવવા માંગે છે.
ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે, તમારી ત્વચાની સંભાળ રાખવાની સાથે, તમારે દરરોજ તમારા આહારમાં કેટલાક સ્વાસ્થ્યપ્રદ આહારનો સમાવેશ કરવો પડશે દરેક ઋતુમાં ત્વચાને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ તમારા આહારમાં આ 5 પીળા રંગના ફળોનો સમાવેશ કરો. આ ફળો એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સથી ભરપૂર છે.
જાણો એવા કયા પીળા રંગના ફળ છે જે તમારી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
1. કેળા
કેળામાં ઘણા પોષક તત્વો હોય છે જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદગાર હોય છે સાથે જ તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કેળાને પેટ માટે રામબાણ માનવામાં આવે છે. કેળાનું સેવન કરવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે, જેના કારણે તમારી ત્વચા ચમકદાર બની શકે છે. કેળામાં વિટામિન A, વિટામિન B, વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. પીળા રંગનું આ ફળ ત્વચાને કોમળ અને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2. કોળુ
કોળાના બીજ પણ ખૂબ જ ફાયદાકારક છે. કોળુ અને તેના બીજ વિટામીન C અને E, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, પ્રોટીન અને ફાઈબરના સારા સ્ત્રોત છે. આ શાકભાજીમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3. કેરી
ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર કેરી માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સ્વાદનું પણ ધ્યાન રાખે છે.ત્વચા અને વાળની સંભાળ માટે કેરીનો ઉપયોગ કરી શકાય છે. વાળની કન્ડિશનિંગ હોય કે ચહેરાની કરચલીઓ દૂર કરવી, કેરી આ બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. હ્રદયના રોગોમાં તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4. લીંબુ
તેમાં વિટામિન સી અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તે આપણા વાળ અને ત્વચાની સુંદરતા વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મૃત ત્વચા, બ્લેકહેડ્સ સાફ કરવાની સાથે, તે ખુલ્લા છિદ્રોને ઠીક કરવામાં પણ મદદરૂપ છે. લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે ત્વચાને ચેપ અને એલર્જીથી બચાવવામાં મદદ કરે છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી)
આદુના સેવનથી કંટ્રોલ કરી શકાય છે યુરિક એસિડ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ- Gujarat Post
2022-05-26 09:33:30
ટીંડોળાના પાન બ્લડ સુગરને કરી શકે છે કંટ્રોલ, ડાયાબિટીસના દર્દીઓએ આ રીતે કરવું જોઇએ સેવન- Gujarat Post
2022-05-25 09:10:47
અમિતાભ બચ્ચન પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ- gujaratpost
2022-05-20 18:50:02
ડાર્ક ચોકલેટ ખાવાથી થાય છે આ 5 ફાયદા - Gujarat Post
2022-05-20 09:19:06
બ્લડ શુગર કંટ્રોલ કરવાથી લઈને વજન ઘટાડવા સુધી તુવેર દાળના છે ઘણા ફાયદા- Gujarat Post
2022-05-19 09:08:04