Fri,19 April 2024,5:57 am
Print
header

દશેરાના દિવસે ફ્રાન્સમાં રક્ષામંત્રી રાજનાથસિંહે રાફેલની શસ્ત્રપુજા કરી, પહેલુ રાફેલ ફાઇટર પ્લેન ભારતને મળ્યું

પેરિસ: દશેરાના દિવસે ભારતને પહેલું ફાઇટર પ્લેન રાફેલ મળ્યું છે, પેરિસ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથસિંહે મેરિનેક એરબેઝ પર વિધિવત રીતે રાફેલની શસ્ત્રપૂજા કરીને પ્લેનની ડિલિવરી મેળવી હતી,અને તેમને પ્લેનમાં સવારી પણ કરી હતી, રાજનાથસિંહ સાથે ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા, રાજનાથસિંહે જણાવ્યું કે રાફેલ ફાઇટર પ્લેન ભારતને મળ્યાં પછી ભારતની વાયુસેના મજબૂત બનશે, તેઓ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેન્ક્રોને પણ મળ્યાં હતા, જ્યાં બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોને આગળ વધારવા ચર્ચાઓ થઇ હતી, રાફેલ અત્યઆધુનિક ફાઇટર પ્લેન છે, હથિયારોથી સજ્જ રાફેલ રાતના સમયે પણ દુશ્મનોનો ખાત્મો બોલાવે તેવી ટેક્નોલોજીથી સજ્જ છે, ભારતમાં રાફેલ આવતા પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનો સામે લડવામાં વાયુસેનાને મોટી મદદ મળશે.

2016માં રાફેલ ડીલમાં ભારત અને ફ્રાન્સની દસો એવિએશન વચ્ચે ડીલ થઇ હતી, તે મુજબ ભારતને 36 લડાકુ ફાઇટર પ્લેન મળશે, અંદાજે 58 હજાર કરોડ રૂપિયાના આ સોદા મામલે અગાઉ કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો હતો, ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ સામે મોટું વિરોધ અભિયાન ચલાવ્યું હતુ, જો કે કોઇ ભ્રષ્ટાચાર સાબિત ન થતા લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસે આ મુદ્દો છોડી દીધો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch