Mon,06 December 2021,8:06 am
Print
header

ફ્રાંસના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ કોરોનાથી સંક્રમિત, બેલ્જિયમથી પરત ફર્યાં બાદ થઈ પુષ્ટિ

(File photo)

પેરિસઃ ફ્રાંસના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સ કોરોનાથી સંક્રમિત થયા છે. બેલ્જિયમ યાત્રાથી પરત ફર્યાં બાદ તેઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે કાસ્ટેક્સ આગામી 10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. કોસ્ટેક્સમાં સંક્રમણના કોઈ લક્ષણ હતા કે નહીં તે અંગે અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી નથી.

કાર્યાલયે જણાવ્યું કે જીન કાસ્ટેક્સ બેલ્જિયમથી પરત ફર્યાં બાદ તેમની પુત્રી સંક્રમિત મળી આવી હતી, જે બાદ કાસ્ટેક્સની તપાસ કરવામાં આવી અને તેમાં સંક્રમિત મળી આવ્યાં, કાસ્ટેક્સે બેલ્જિયમના પ્રધાનમંત્રી એલેકઝાન્ડર ડી ક્રૂ સાથે બ્રસેલ્સમાં મુલાકાત કરી હતી.સરકારી પ્રાસરક આરટીબીએફ અનુસાર ક્રૂ કાર્યાલયે જણાવ્યું કે તેઓ આઇસોલેશનમાં રહેશે. ફ્રાંસમાં 75 ટકા વસતિ કોવિડ-19ની રસી લઇ ચુકી છે, છેલ્લા થોડા સમયથી અહીં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને મૃતકોની સંખ્યા પણ વધવા લાગી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch