Wed,24 April 2024,9:59 am
Print
header

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

વોંશિગ્ટનઃઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને સામૂહિક વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવા ઉશ્કેર્યાં છે.તેમને કહ્યું કે આવતા અઠવાડિયે તેમની ધરપકડ કરવામાં આવશે.એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં યુએસના પૂર્વ રાષ્ટ્રપતિએ લખ્યું કે એટર્ની ઓફિસમાંથી લીક થયેલી માહિતીથી સંકેત મળ્યાં છે કે તેમની ધરપકડની તૈયારીઓ કરાઇ રહી છે.ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું કે વિરોધ કરો અને આપણા દેશને પહેલા જેવી હાલતમાં પાછો લાવો.

શું છે ટ્રમ્પ સાથે જોડાયેલો કેસ ?

મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ તપાસ કરી રહી છે કે શું ટ્રમ્પે 2016ના પ્રમુખ પદની ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન એક પોર્નસ્ટારને લાખો ડોલર આપ્યાં હતા. ન્યૂયોર્કની કેટલીક મહિલાઓ સાથે તેમણે યૌન સંબંધ બનાવ્યાં હતા અને મામલો દબાવવા લાખો ડોલર આપ્યાં હોવાનો કેસ છે. ટ્રમ્પનાં નિર્દેશ પર તેમના નજીકના અધિકારીએ પોર્ન એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સ અને પ્લેબોય મોડલ કરેન મેકડોગલને 2,80,000 ડોલરની ચૂકવણી કરી હોવાના આરોપ છે.

ટ્રમ્પને ગ્રાન્ડ જ્યુરી સમક્ષ જુબાની આપવા બોલાવાયા હતા, ટ્રમ્પના વકીલે તેમનો બચાવ કરતા કહ્યું છે કે આ એક ષડયંત્ર છે. આ રાજકીય કાર્યવાહી હોવાથી ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલો સાથે વાતચીત કરવાને બદલે પ્રેસમાં બધુ લીક કરી રહી છે. હવે આવતા સપ્તાહે  તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જો તેમના પર આરોપ સાહિત થશે તો અમેરિકાના પૂર્વ પ્રમુખ સામે આ પ્રથમ ફોજદારી કેસ હશે. ટ્રમ્પે વચન આપ્યું છે કે 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ પોતાનું અભિયાન ચાલુ રાખશે. જેથી પણ તેમને દબાવવામાં આવ્યાં હોવાનું તેમના સમર્થકોનું કહેવું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch