Thu,25 April 2024,9:31 am
Print
header

કોંગ્રેસની દુર્દશા પર પૂર્વ ધારાસભ્યનો મોટો ઘટસ્ફોટ, જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ

રાધનપુરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈનો લેટર બોમ્બ, જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ   

પાટણઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની દુર્દશા થઇ છે, માત્ર 17 બેઠકો મળતા નેતાઓની કામગીરી પર સવાલ ઉભા થયા છે. કોંગ્રેસમાં અગાઉની જેમ જ આંતરીક કલેહ અને આક્ષેપ- પ્રતિ આક્ષેપો થઇ રહ્યાં છેે, તેવામાં હવે રાધનપુરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈનો આક્ષેપ સાથેનો લેટર બોમ્બ સામે આવ્યો છે. તેમાં તેમણે જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.  

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યાં છે.તેમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. 

રઘુ દેસાઇના પત્રમાં પાર્ટીની આવી હાલત પાછળ જવાબદાર નેતાઓ સામે પગલાં લેવાની માંગ કરાઇ છે. તેમણે એમ પણ લખ્યું છે કે રાધનપુર બેઠક પર જગદીશ ઠાકોરને કારણે હાર થઇ છે. કેટલાક નેતાઓએ કોંગ્રેસમાં રહીને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે.

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ હારમાં ભૂમિકા ભજવી છે. ઠાકોર પક્ષ વિરૂદ્ધ કામ કરતા લોકોને કાબૂમાં રાખી શક્યા નથી. તેથી જગદીશ ઠાકોર સહિતના પક્ષ વિરુદ્ધ કામ કરનારા નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch