Thu,25 April 2024,4:31 pm
Print
header

યુવકના અપહરણનો મામલો, હોમગાર્ડના સસ્પેન્ડેડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલને બે દિવસના રિમાન્ડ

અમદાવાદ: થોડા સમય પહેલા પૈસાની લેતીદેતીના એક કેસમાં હોમગાર્ડના કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા હતા, હવે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમને કોર્ટમાં હાજર કરાતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે કે જે ગાડીમાં જીતેન્દ્ર પટેલનું અપહરણ થયું હતુ તે ગાડી કોની હતી, જે રિવોલ્વરથી તેને ધમકાવવામાં આવ્યો હતો તે સર્વિસ રિવોલ્વર હતી કે કોઇની પ્રાયવેટ.

સમગ્ર મામલો શું હતો ? 

21 સપ્ટેમ્બર 2019ના દિવસે અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર પટેલે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ પ્રમાણે બ્રિજરાજસિંહે તેનું અપહરણ કરીને એક કારમાં તેને નેહરૂનગરથી સાણંદ હાઈવે પર લઈ ગયા હતા, કારમાં તેને રિવોલ્વર બતાવીને કહ્યું હતુ કે તારા શેઠ અશ્વિનસિંહ સરવૈયા પાસેથી મારે પૈસા લેવાના છે, કારમાં જીતેન્દ્રને એવું પણ કહેવાયું હતુ કે તારી ઓફિસમાંથી ફોન આવે છે તો તુ કહી દેજે હું ચાર દિવસ પછી ઓફિસ આવવાનો છું. બાદમાં આ બધી વાત કોઇને ન કરવાની ધમકી આપીને જીતેન્દ્રને આંબાવાડી સર્કલ પર ઉતારી દેવાયો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch