કચ્છઃ મુન્દ્રામાં 4 હજાર રૂપિયાની ચોરીની શંકામાં કાકાએ ભત્રીજાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સિક્યોરિટી ગાર્ડ યુવકનું કરુણ મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, મુન્દ્રામાં દોઢ માસ પૂર્વે જ રાજસ્થાનથી સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે આવેલા અને રૂપિયા 4000 ની તસ્કરી કરનારા 22 વર્ષીય વિશાલ સંદીપકુમાર મીણાને તેના જ કૌટુંબિક કાકા દિનેશ નાથુલાલ મીણાએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
વિશાલના પિતા સંદીપકુમાર રામપ્રસાદ મીણા (રહે. ગંભીરા, તા. મલહાણ ડુંગર-જિ. માધોપુર, રાજસ્થાને) નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર વિશાલ છેલ્લા દોઢ મહિનાથી મુન્દ્રામાં તેના મોટા બાપુના દીકરા દિનેશ નાથુલાલ મીણા સાથે જયદુર્ગા સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. દિનેશનો ફોન આવ્યો અને જણાવ્યું કે, હું તમારા દીકરા વિશાલને સવારે નોકરી માટે જગાડવા માટે તેના રૂમ પર ગયો, ત્યારે તે જાગ્યો નહીં અને હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
સગા-સંબંધી મુન્દ્રા આવતાં હોસ્પિટલમાં વિશાલનો મૃતદેહ જોતાં તેનાં માથાં તેમજ ડાબા કાનની બાજુ ઇજા હતી અને લોહી નીકળેલું હતું. શરીરના હાથ-પગમાં ઇજાના નિશાન અને હાથની આંગળી ભાંગેલી હતી. રામલખન મીણાએ મૃતકના પિતાને જણાવ્યું કે, તેમના પુત્ર વિશાલે નોકરી દરમ્યાન રૂ. 4000ની ચોરી કરી હતી, જે બાદમાં કબૂલી રૂપિયા પરત આપી દીધા હતા.
ફિલ્ડ ઓફિસર દિનેશ નાથુલાલ મીણા વિશાલને નોકરી પરથી પરત બોલાવી લીધો હતો, જયદુર્ગા સિક્યુરિટીના રૂમ પર દિનેશ મોટા લાકડાં-ધોકા સાથે આવી વિશાલને ચોરી બાબતે પૂછી ધોકા ફટકાર્યા હતા. વિશાલને ધોકો માથાંમાં લાગતાં લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ દિનેશે વિશાલને ફરી ધોકા ફટકાર્યા હતા. સવારે દિનેશને હોસ્પિટલ લઇ આવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
ભેળસેળ સામે મોટી કાર્યવાહી, પાટણમાંથી 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત | 2026-08-21 14:17:13
ભાગો ભાગો રેડ પછી... ભાવનગરમાં જુગાર રમી રહેલા લોકો પોલીસના ડરથી ભાગ્યા અને કૂવામાં પડતા 3 નાં મોત | 2026-08-18 14:06:03
ગુજરાતમાં ED ની મોટી કાર્યવાહી, નકલી સરકારી કચેરીના કેસમાં આરોપીઓની રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત | 2026-08-18 09:53:37