Tue,23 April 2024,4:29 pm
Print
header

ફૂડ પોઈઝનિંગ માટે ઘરેલુ ઉપચાર કરજો, દવાઓ વિના જ મટી જશે

અત્યારે લોકડાઉનમાં બહારનુ જમવાનુ, જંકફુડ ખાવાનું બંધ છે, એટલે લોકો તંદુરસ્ત બની રહ્યાં છે, પરંતુ ક્યારેક જમવામાં કંઇક એવી વસ્તુ આવી જાય છે જે તમારા પેટની મજા બગાડી દે છે, ક્યારેક શાક કે ફ્રુટ કે પછી કોઇ ડબ્બાબંધ વસ્તુમાં પણ એવુ કંઇ પણ આવી જાય છે જેના કારણે તમને ફુડ પોઇઝનિંગની તકલીફ થઇ શકે છે, ફુડ પોઇઝનિંગના લીધે તબિયત બગડે તેવુ પણ બને છે, જો આમ થાય તો કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવવાથી રાહત મળી શકે છે.

દહીં 

દહીં એક પ્રકારનુ એન્ટીબાયોટિક છે, તેમાં થોડું મીઠું નાંખીને ખાવાથી પેટમાં રાહત થાય છે, પેટની કોઇ પણ સમસ્યા હોય ત્યારે ભુખ્યાં રહીને દહીં કે છાશ લેવામાં આવે તો ધીમે ધીમે પેટ સરખું થવા લાગે છે. 

લસણ 

લસણમાં એન્ટી ફંગલ ગુણ હોય છે, તમે ખાલી પેટે લસણની કાચી કળીઓ પાણી સાથે ખાઇ શકો છો, તેનાથી પેટની કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. તમારો મેટાબોલિક રેટ વધે છે.

લીંબુનુ સેવન 

લીંબુમાં એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે. તેને પીવાથી ફુડ પોઇઝનિંગ વાળા બેક્ટેરિયા મરી જાય છે, તમે ખાલી પેટ લીંબુ પાણી બનાવીને પી શકો છો અને ઇચ્છો તો ગરમ પાણીમાં લીંબુ નાંખીને પણ પી શકો છો.

એપલ વિનેગરનું સેવન 

એપલ વિનેગરમાં મેટાબોલિઝમ રેટને વધારવાનું તત્વ હોય છે, ખાલી પેટે તેનું સેવન કરવાથી તે ખરાબ બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.

તુલસીનું સેવન 

તુલસીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો સુક્ષ્મ જીવો સામે લડે છે, એક કટોરી દહીંમાં તુલસીના પાંદડા, મરી અને થોડું મીઠુ નાંખીને પણ ખાઇ શકો છો. પાણી કે ચામાં તુલસીના પાન નાખીને પણ પી શકો છો. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar