અમદાવાદઃ ગુજરાતના જાણીતા લોક ગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો થતા હાઈકોર્ટે લાલ આંખ કરી છે. અમદાવાદના એક યુવકને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના કેસમાં કોર્ટે કિર્તીદાન ગઢવી સહિતના જવાબદારોને નોટિસ પાઠવી છે.
ખોડિયારનગર વિસ્તારમાં રહેતા જયેશ પરમાર નામના યુવકે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 10 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કોઈ પણ સમન્સ કે વોરંટ વગર સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ અધિકારીઓએ અરજદારને ડીટેઈન કર્યા હતા.
અરજદારનો આક્ષેપ છે કે સાયબર સેલ ગાંધીનગર દ્વારા તેમને ગોંધી રાખવામાં આવ્યાં હતા અને પોલીસ અધિકારીઓએ કાયદો હાથમાં લઈ તેમને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. અરજીમાં જણાવાયું છે કે લોક ગાયક કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ અરજદારને ઢોર માર માર્યો હતો.
હાઈકોર્ટે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને નીચે કિર્તીદાન ગઢવી (લોક ગાયક) અને તેમના ભાગીદારો, બી.એમ. ચૌધરી (PI, CID ક્રાઈમ સાયબર સેલ), પી.એસ.આઈ પરમાર, રાજદીપસિંહ ઝાલા (SP)ને નોટિસ ફટકારી છે.
અરજદારની રજૂઆત સાંભળ્યાં બાદ, હાઈકોર્ટે પુરાવાઓ સાથે ચેડાં ન થાય તે માટે ખાસ આદેશ આપ્યો છે. કોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશનના 20 અને 21 ફેબ્રુઆરીના CCTV ફૂટેજ સુરક્ષિત રીતે સાચવી રાખવા માટે કડક સૂચના આપી છે. આ કેસમાં હવે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં પોલીસ અને કિર્તીદાન ગઢવી પક્ષે પોતાનો બચાવ રજૂ કરવાનો રહેશે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26