Fri,19 April 2024,7:26 am
Print
header

USA: વોશિંગ્ટનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા

(તસવીર સૌજન્યઃ એએફપી)

વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક ઈમારત ધરાશાયી થવાની ઘટના બની છે. વોશિંગ્ટનમાં એક નિર્માણાધીન ઈમારત ધસી પડી હતી. અનેક લોકો દટાયા હોવાના અહેવાલ છે, હજુ સુધી એક પણ વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ નથી. દુર્ઘટના વોશિંગ્ટના બ્રાઇટ પાર્ક વિસ્તારમાં બની છે.

ફાયરબ્રિગેડના અધિકારીઓનાં જણાવ્યાં મુજબ ઈમારત નિર્માણાધીન હતી પૂરી રીતે ધ્વસ્ત થઈ હતી. હાલ કાટમાળ ખસેડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા ઘટના સ્થળની બાજુમાં આવેલા બે મકાનોને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ ઘાયલ લોકોનો સચોટ આંકડો હાલ આપવો મુશ્કેલ છે. અહીં કેટલા લોકો કામ કરતા હતા, કેટલા લોકો હાજર હતા જેવી માહિતી મેળવવામાં આવી રહી છે.

ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ફાયરબ્રિગેડના જવાનો સીડી પર ચઢીને ફસાયેલા વ્યક્તિઓને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch