Wed,24 April 2024,11:49 am
Print
header

અમદાવાદ સટ્ટાકાંડમાં અનેક ઘટસ્ફોટ, આ કેસમાં ED ની પણ એન્ટ્રી થશે- Gujarat Post

અમદાવાદઃ શહેરમાંથી ઝડપાયેલા રૂપિયા 5 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યાં છે. આ કેસમાં ઈન્કમટેક્સ એક્ટની કલમ 75નો ઉમેરો કરાયો છે, જેથી આઇટી પણ આ કેસની તપાસ કરશે, સાથે જ મની લોન્ડરીંગને લઇને ઇડી પણ આ કેસની તપાસ કરશે. ક્રિકેટના આ સટ્ટાના કૌભાંડમાં લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યાં છે.

આ કૌભાંડમાં ઝડપાયેલા 4 આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યાં હતા અને તેમને 10 દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યાં છે. આ કૌભાડમાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડવામાં માટે પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ રાજ્યોમાં રવાના થઈ છે. પોલીસને લેપટોપ, મોબાઈલ ફોન, સીમકાર્ડ મળ્યાં હતા, જેને એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. શહેરમાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાના 4 આરોપી સિવાય અન્ય આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. મહાદેવ, અમિત મજેઠિયા, માનુશ શાહ, અન્ના રેડ્ડી, વિવેક જૈન હાલમાં દુબઈમાં છે. આ તમામ આરોપી સામે પોલીસે લૂક આઉટ નોટિસ જારી કરી છે. હજુ આ કૌભાંડનો આંકડો વધી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch