આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ કંઈક અલગ હશે
નવી દિલ્હીઃ 26 જાન્યુઆરી 2022 ના રોજ દેશમાં 73માં પ્રજાસત્તાક દિવસની(Republic day)ઉજવણી કરવામાં આવશે.આ દિવસે રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ યોજાય છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ કંઈક અલગ હશે. આ વખતે એવા લોકો પણ પરેડમાં આમંત્રિત હશે જેમને સામાન્ય રીતે તક મળતી નથી.સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ઓટો રિક્ષા ચાલકો, સફાઈ કામદારો, આરોગ્ય કર્મચારીઓ, મજૂરોને આ પરેડમાં આમંત્રણ આપવામાં આવશે.
કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે જેને કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મધ્ય એશિયાના નેતાઓની સહભાગિતા રદ કરવામાં આવી છે.રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કોરોના મહામારીને કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 ટકા ઘટીને 5,000-8,000 આસપાસ આવશે. ગયા વર્ષની પરેડમાં લગભગ 25,000 લોકોને આવવાની મંજૂરી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને ગણતંત્ર દિવસ પર આમંત્રિત કરવામાં આવ્યાં હતા, પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસને કારણે જોન્સનને પરેડના થોડા સમય પહેલા જ પોતાની મુલાકાત રદ કરવી પડી હતી. જે બાદ ગયા વર્ષે પણ ભારતે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03