પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી
ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો
જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ ઘણા સમયથી છે આમને સામને
રાજકોટઃ ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે. 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રિબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
મળતી વિગતો પ્રમાણે, ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર, તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે, અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો. ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી. તેઓ ગભરાઈને બહાર દોડી આવ્યા તો તેમણે બાઈક પર આવેલા બે શખ્સોને જોયા હતા, જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા. તેમાંથી એક વ્યક્તિએ તેમની સામે બંદૂક તાકી હતી. જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર છુપાઇ ગયા હતા.
ફાયરિંગનો અવાજ સાંભળીને પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
દ્વારકામાં શ્રમિક પરિવારના 3 બાળકો તળાવના પાણીમાં ડૂબ્યા, પરિવારને માથે આભ ફાટ્યું | 2026-04-15 09:48:21
રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના 125 મા સમાધિદિન નિમિત્તે આધ્યાત્મિક સંગમનો ભવ્ય અનુભવ | 2026-04-13 17:23:14
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
રાજકોટ ભાજપમાં પરિવારવાદનો ગણગણાટ: જાણો કોણે કોના માટે ટિકિટ માંગી ? | 2026-04-09 18:25:18
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા | 2026-04-07 18:26:31