Wed,24 April 2024,6:10 am
Print
header

USA: સુપરમાર્કેટમાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત

કોલોરાડોઃ અમેરિકાના સુપરમાર્ટ સ્ટોરમાં ફાયરિંગની ઘટના બની છે. કોલોરાડોના બોલ્ડર વિસ્તારમાં બનેલી ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત 10 લોકોના મોત થઇ ગયા છે. ગોળીબાર કરનારા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

સુપર માર્કેટમા પોલીસે એક વ્યક્તિને હાથકડી પહેરીને બહાર કાઢ્યો હતો અને તે લોહીથી લથબથ હતો.બોલ્ડરના પોલીસ કમાંડર કેરી યામાગુચીએ કહ્યું આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને હવે કોઈ ખતરો નથી. અધિકારીએ આ વ્યક્તિએ ફાયરિંગ કેમ કર્યુ તેનો કોઇ ખુલાસો કર્યો નથી. હાલ સમગ્ર ઘટનાની તપાસ વિવિધ એજન્સીઓ કરી રહી છે.

ફાયરિંગની આ ઘટનાના અનેક વીડિયો ફૂટેજ વાયરલ થયા છે.જેમાં લોકો જમીન પર પડેલા દેખાઈ રહ્યાં છે. ફાયરિંગ બાદ મોટી સંખ્યામાં અહીં પોલીસ અધિકારીઓ તૈનાત કરી દેવાયા છે. ફાયરિંગ સમયે સુપરમાર્કેટના ટેરેસ પર પોલીસના ત્રણ હેલિકોપ્ટર લેંડ થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch