દિલ્હી: દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ઈમારતમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર, ફાયર કંટ્રોલ રૂમને સવારે આશરે 3:47 વાગ્યે આગની જાણકારી મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ટેન્ડરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય તેમજ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગ કયા માળ કે હિસ્સામાંથી શરૂ થઈ તેની તપાસ ચાલી રહી છે.
#WATCH | Delhi: Fire breaks out in a 4-storey building in Vivek Vihar, Shahdara. Several fire tenders are on the spot. Further details awaited. pic.twitter.com/CmV07aFTUU
— ANI (@ANI) May 3, 2026
સ્થાનિકોના કહેવા પ્રમાણે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે બાલ્કનીના રસ્તેથી અંદાજે 20 લોકોને બચાવ્યા છે, જ્યારે પાછળના ફ્લેટ્સમાંથી પણ કેટલાક લોકો બહાર નીકળવામાં સફળ રહ્યાં છે. મને લાગે છે કે હજુ પણ 1 કે 2 પરિવાર બિલ્ડિંગની અંદર ફસાયેલા છે.
શાહદરા જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું કે, વિવેક વિહારમાં એક ચાર માળની ઈમારતના એક ઘરમાં આગ લાગી હતી, જેમાં બીજા માળે કેટલાક લોકોના જીવ ગયા છે. અમારું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને તે પૂર્ણ થયા બાદ અમે વધુ વિગતો આપવામાં આવશે.
ઘણા લોકોના માત્ર હાંડપિંજર મળી આવ્યાં
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન લગભગ 10 થી 15 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતા. બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે જેના કારણે AC બ્લાસ્ટ થયો હતો.
આ બિલ્ડીંગમાં ઇલેક્ટ્રોનિક તાળાઓવાળા દરવાજા છે, જે અકસ્માત સમયે ખુલ્યા ન હતા, જેના પરિણામે ગૂંગળામણ અને દાઝી જવાથી 9 લોકોના મોત થયા હતા.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52