Wed,24 April 2024,12:24 am
Print
header

ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ, વિદ્યાર્થીઓ સહિત 18 જીવતા ભૂંજાયા, 16 ઘાયલ

બેઈજિંગઃ ચીનની એક માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષ આગ લાગી હતી જેમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 16 ઘાયલ થયા છે. મૃતકોમાં 7 થી 16 વર્ષની વચ્ચેના બાળકો પણ છે. આ સ્કૂલ મધ્ય ચીનમાં આવેલી છે. જાણકારી મુજબ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગની ભીષણતા ખૂબ વધારે હોવાથી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. પોલીસે સ્કૂલના પ્રભારીની ધરપકડ કરી છે. હેનાન પ્રાંતીય અને શાંગકિઉ શહેરના અધિકારી તપાસ શરૂ કરવા સ્થળ પર પહોંચી ચૂક્યા છે. અધિકારીઓ દ્વારા હજુ સુધી પીડિતો અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

સરકારી સીજીટીએન-ટીવીના અહેવાલ મુજબ, હેનાન પ્રાંતના ઝેચેંગ કાઉન્ટીમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ ઘટના બાદ અનેક વાલીઓએ પોતાના સંતાનો ગુમાવ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch