Fri,26 April 2024,3:35 am
Print
header

તમે વિચારો છો તેના કરતા વધુ શક્તિશાળી છે રાગી, કેન્સરનું જોખમ ઓછું કરે છે !!

કેન્સર મનુષ્ય માટે સૌથી જીવલેણ રોગ છે. WHOના કહેવા પ્રમાણે કેન્સરને કારણે દુનિયામાં દર વર્ષે લગભગ એક કરોડ લોકો મૃત્યું પામે છે. ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. વર્ષ 2020માં લગભગ 8.5 લાખ લોકો કેન્સરને કારણે મૃત્યું પામ્યા હતા. આપણી બદલાતી જીવનશૈલી આવા રોગો માટે જવાબદાર છે. જો આપણે આપણી જીવનશૈલી અને આહારમાં સુધારો કરીએ તો આપણે કેન્સરના જોખમને ઘણી હદ સુધી ટાળી શકીએ છીએ.

આજે સમગ્ર વિશ્વમાં આહાર સુધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બરછટ અનાજ, જેને અગાઉ ગરીબોના ખોરાક તરીકે વર્ણવવામાં આવતું હતું, તે હવે સુપરફૂડ તરીકે ઓળખાય છે. યુએસ નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન (એનસીબીઆઇ)ના રિસર્ચ પેપર અનુસાર રાગી કેન્સર જેવી બિમારીઓનું જોખમ ઘટાડે છે.

હૃદયરોગ અને ડાયાબિટીસમાં પણ અસરકારક

છેલ્લા કેટલાક વર્ષોમાં રાગીને લઇને ઘણા અભ્યાસ કરવામાં આવ્યાં છે. રાગી પોલિફેનોલ ફોટોકેમિકલ અને ડાયેટરી ફાઇબરથી સમૃદ્ધ છે. ઘણા પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ તેની ગુણવત્તાને વધુ ખાસ બનાવે છે. હવે નવા અભ્યાસમાં રાગીના અન્ય ગુણધર્મોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધ્યયન અનુસાર રાગી એક સુપરફૂડ છે, જે ગોળ અને નાના દાણાદારના રૂપમાં ડાયેટરી ફાઇબરથી ભરેલું છે. રાગીમાં 0.38 ટકા કેલ્શિયમ, 18 ટકા ડાયેટરી ફાઇબર અને 3 ટકા ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે, જેના કારણે તે એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ટ્યુમરજેનિક, એન્ટિ-માઇક્રોબાયલ છે. આ સિવાય ધમનીઓમાં અટકેલા કોલેસ્ટ્રોલને પણ દૂર કરે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar